Mon - Sunday, 10 am - 08 pm dottodrawing007@gmail.com
Testimonial

Along with academics, extra-curricular development is equally important for all-round evolution of children. But unfortunately, there are many children who are not privileged enough. And that's where Dot to Drawing foundation comes to the rescue. Dot to Drawing foundation has been working tirelessly to help the needy children by a number of ways, organizing dance, drama, and other sessions, distributing notebooks, creating social awareness, to name a few.They truly justify their logo by helping them evolve from something to everything. Kudos to the entire team for taking this initiative and shaping the future of the kids.

Rahul Upadhyay

Executive,Alumni Relations at IIT Gandhinagar
Founder & organiser at Gandhinagar Queer Pride
Global Advisory Council Member,Region 19 at International Association of LGBTI Pride Organisers

“Dot to Drawing” , an NGO working on this beautiful thought “Nothing to everything” .
As a volunteer i gained valuable experience .
Thanks to Vipul Solanki sir and Jayesh Hirpara sir for allowing me to explore different aspect of helping children and all these years I have learnt so much. Dot to Drawing is one of the best NGO,
which helps Students and aspirant not only in education but also to improving their skills like Personality Development,singing, dancing,drama, writing,acting and many more activities . These skills will help them become confident to nurture their future on which our nation depends.

Komal madikar

Dj Komex

હું જ્યારથી સમજતો થયો ત્યારથી અનુભવ થયો કે આપણી શિક્ષણ પદ્ધતિ અન્ય દેશોની તુલનામાં ઘણી અલગ છે. આપણા સમાજમાં સાક્ષરતાનું પ્રમાણ છે પણ લોકો કલા પ્રત્યે શિક્ષિત નથી. Dot To Drawing foundation કલાકીય અને શૈક્ષણિક દ્રષ્ટિએ તેજસ્વી અને રુચિ ધરાવતા બાળકોને કલાકીય શિક્ષણ એ નિ:શુલ્ક પ્રદાન કરી રહી છે. આ જાણીને નવાઈ અને આનંદની લાગણી એકસાથે અનુભવી. આ NGO જે પ્રકારે સેવાયજ્ઞ કરે છે તે સન્માનને પાત્ર છે. Foundation ની ખાસવાત એ છે કે તે સમાજમાં શૈક્ષણિક વ્યવસ્થાનો એક અનોખો અભિગમ વિકસિત કરવા કાર્યરત છે. જે શિક્ષણમાં વ્યવહારુ શૈક્ષણિક જ્ઞાનની સાથે સંગીત, અભિનય, જેવી કળાનું શિક્ષણ પણ પ્રદાન કરે છે. બાળકો દેશનું ભવિષ્ય છે માટે તેમનો સર્વાંગી વિકાસ જરૂરી છે. Dot To Drawing foundation બાળકોને તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, આધ્યાત્મ, શારીરિક શિક્ષણ, યોગા, મેડિટેશન જેવાં અનેક વિષયોને આવરી લઈને બાળકોના ભવિષ્યને ઉજ્જ્વળ કરે છે.

Vikas Kumar

Journalist at Zee 24 kalak

ડોટ ટુ ડ્રોઈંગ સંસ્થા બાળકો ના સર્વાંગી વિકાસ માટે ખૂબ ઉમદા કાર્યો કરી રહી છે. મનોવૈજ્ઞાનિક સંશોધનો માં એ સાબિત થયું છે કે દરેક વ્યક્તિ માં બુધ્ધિ ની કોઈ એક શક્તિ બીજી શક્તિઓ કરતા વધારે પ્રભાવી હોય છે અને આ શક્તિ કઈ છે એ ઓળખવા મનોવૈજ્ઞાનિક તપાસ અથવા દરેક શક્તિ યુક્ત કાર્યો માં અજમાવિશ કરવાની જરૂર રહેતી હોય છે. ડોટ ટુ ડ્રોઈંગ બાળકો ને આ શક્તિઓ ઓળખવા ની તક પૂરી પાડે છે. જેમાં યોગ, કલા , સાહિત્ય , વિજ્ઞાન ક્ષેત્રે ને લગતી પ્રવુતિ અને તાલીમ આપવામાં આવે છે. ડોટ ટુ ડ્રોઈંગ સંસ્થા નો મૂળ હેતુ સમાજના ગરીબ અને નબળા વર્ગો ના બાળકો નો સર્વાંગી વિકાસ થાય અને પોતાના જીવન ને બદલવાની તક મળે એ છે.
આ સંસ્થા પ્રમાણિક રીતે જે દિશા માં કાર્યો કરી રહી છે તે જોતાં લાગે છે તે ઘણા બાળકો ના જીવન પ્રગતિ માટે નિમિત્ત બની રહેશે. આ બાળકો સમાજ અને દેશ ને ધર્મ, જાતિ, વર્ગ ના ઉપર પ્રગતિશીલ વિચાર અને હકારાત્મક અભિગમ તરફ લઈ જશે ..

જયવંત મકવાણા

ક્લિનિકલ સાયકોલોજીસ્ટ

Dot to drawing is name itself tells us the whole idea of their concept. An NGO which starts from Dot (.) to Now become big platform to draw ur minds and thoughts in innovative way. It's great start up for to grow and develop their Art, Talent & Work into reality and help those people who are willing to do something in Life! Come and be part of today's youth and their miracles...! If you are Dot then they will transform into a Beautiful Drawing! Thanks & More Success to Dot to Drawing NGO! 😍

Brijesh Jani

Belly Dancer

વિપુલભાઈ અને જયેશભાઈ દ્વારા આ સંસ્થાની શરૂઆત કરવામાં આવી છે.
જે અંતર્ગત દરેક વિષય તેમજ ક્ષેત્રમાં આગળ વધવા માંગતા લોકોને માર્ગદર્શન તેમજ એ માટે જરૂરી બધી જ મદદ કરવામાં આવે છે અને એ પણ જે તે વિષયના નિષ્ણાત પાસે થી.દરેક ઉંમરના લોકો આ સંસ્થા સાથે જોડાઈ પોતાના ગમતા વિષયમાં જરૂરી માહિતી મેળવશે એ પણ તદ્દન ફ્રી.લોકોની રચનાત્મક ખૂબીઓને માર્ગદર્શન આપી અને પુખ્ત બનાવી ખુબ જ મોટી કક્ષા સુધી પોહચાડવાની વિચારધારા નાના પાયાથી શરૂ કરેલા એમના આ પ્રયત્નના મૂળમાં રહેલી છે,એટલે આવા મજબૂત મૂળ પર ટકેલું એમનું આ વિચારધારાનું વૃક્ષ આગળ જઈ ખુબ જ લોકઉપયોગી નીવડશે તેમજ ખુબ જ સિદ્ધિ હાંસલ કરશે એ નક્કી વાત છે.
સમાજસેવાના આવા નવીનતમ તેમજ રચનાત્મક પ્રયત્ન માટે Vipul Solanki તેમજ DrJayesh Hirpara ને ખુબ ખુબ શુભકામનાઓ.🙏

Anuj Tank

Actor,
Theater Artist Pitamah Group

One of the best organization i ever seen. Specially the team members are very cooperative and best♥️

Milan Shah

Founder & CEO
Alliance Time Media

Shakespeare says "What's in the name?" નામમાં શું રાખ્યું છે? શેક્સપિયર બહુ જ્ઞાની હતા. સાબિતીઓ જગત પાસે છે જ.. એટલે એમણે કીધું એ એમનાં દ્રષ્ટિકોણથી સાચું જ હશે! પરંતુ આપણી ભારતીય પરંપરામાં નામનું ઘણું માહત્મ્ય છે. માઁ-બાપ એવી આશા અને અભિલાષાથી એમના સંતાનોનું નામાભિધાન કરે કે એવા ગુણ એમનામાં ઉતરે અથવા એના નામની જવાબદારી એમના પર રહે અને પોતાના નામને દિવાદાંડી તરીકે જીવનમાં રાખે તો પણ ગેરમાર્ગે દોરાતા મનને હૃદયમાંથી સત્યનો સાદ પડે કે આ માટે મારૂ નામ આવું નથી પાડવામાં આવ્યું.
"Dot to Drawing"ના નામાભિધાન અને લોગોના નિર્માણનો હું સાક્ષી રહ્યો છું. બીજ માંથી વટવૃક્ષની પરિકલ્પના ને સાર્થક કરવા ભાવિ સમાજના બીજને ક્યાંય આંચ ન આવે, તેનો જે મહામાનવ બનવાનો હક અને સામર્થ્ય છે તેનાથી અવગત કરાવવાનો તથા સુષુપ્ત બાળસિંહોને જગાડી નિર્ભિક અને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ Dot to Drawing નો અત્યંત સરાહનીય છે.
સમાજના કલ્યાણ માટે ભાવિ પેઢીને શાળાના થોથાવાદ સિવાયના અનેક વિષયોના વિષય નિષ્ણાતો સ્વૈચ્છિક સમયદાન Dot to Drawing ના માધ્યમથી આપી નવ નિર્માણ માટે સમાજસેવા કરી રહ્યા છે તે તમામ ધન્યવાદને પાત્ર છે.
આ જ્ઞાનયજ્ઞ સદૈવ પ્રજ્વલિત રહે અને પરમપિતા પરમાત્મા સર્વેનું માર્ગદર્શન કરતા રહે એ જ પ્રાર્થના અને સેવારત ગૃહસ્થ સંન્યાસીઓને ઉત્કૃષ્ટ પ્રદાન માટે સાધુવાદ.. 🙏🏼

Pranav Pandya

Classical vocalist
Youth Development Officer

વિપુલ ભાઈ એ ડોટ ટુ ડ્રોઈંગ ની શરૂઆત એક શુભ વિચાર થી કરી જ્યાં લોકો ને , સમાજ ને ગરીબ વિચાર ધારા થી , ગરીબ માનસિકતા થી બહાર લાવી - રચનાત્મક દુનિયા બતાવી અને કલા , આધ્યાત્મ , સંસ્કૃતિ નો પરિચય કરાવવા નું જે બીડું ઉપાડ્યું છે તે ખૂબ અદભુત છે... એમના આ અદભુત વિચાર અને કર્યો ને હું બિરદાવુ છું.
ફક્ત અભ્યાસ - પુસ્તકિયું જ્ઞાન કોઈને પણ આજ સુધી ઉજ્જવળ ભવિષ્ય નથી આપી શક્યું. આપણે રચનાત્મકતાની સંસ્કૃતિ ના વારસદાર છીએ. અને હું અનુભવું છુ કે જો બાળકો ને રચનાત્મક બનવા નો અવકાશ મળશે તો જ સમાજ માં થી મશીન ની જેમ ચાલતા જીવન અને તેના કારણે ઉભી થતી હતાશા અને નિરાશા નું નિવારણ આવશે.

Hardi Luhar

Holistic Healer
Rang Foundation

Founders of dot to drawing has taken an amazing initiative to help and nurture underprivileged children not only with their education but also digging up their hidden talents and motivating them to pursue it. Such nonprofit organisations plays vital role in the betterment of our society. Our children is our future.. All the best for your future journeys.

Falasha Trivedi

Clinical Psychologist & Model

ડોટ ટુ ડ્રોઈંગ ફાઉન્ડેશન સામાજિક સેવાનાં ઉત્કૃષ્ટ સેવા કાર્ય દ્વારા સમાજનાં નવયુવાનો માં પ્રેરણાનું સ્ત્રોત બન્યું છે. સામાજિક કાર્યના આ સેવા યજ્ઞ દ્વારા તેઓ સેવાની સુગંધ ચારેકોર પાથરીને સમાજને મનુષ્યતા તરફ વાળવામાં ઉમદા પ્રયત્નો કરી રહ્યા છે. લોકોમાં વૈચારિક ક્રાંતિના બીજ નું નિરૂપણ કરી, સમાજને માનસિક આઝાદી તરફ અગ્રેસર કરવાનો એમનો હેતુ ખરેખર વખાણ યોગ્ય છે. તેઓ એ પુરવાર કર્યું છે કે સેવા કાર્ય કરવા માટે ઉંમર કે નાણાકીય સ્થિરતાની કોઈ બાંધછોડ નથી હોતી. ગમે તે ઉંમરમાં અને ગમે તેવી સ્થિતિમાં સેવા કાર્ય થઈ શકે, માત્ર અંતર આત્મા સેવા કાર્યમાં ડૂબવાની લગની ધરાવતી હોવી જોઇયે. ડૉ.જયેશ હિરપરા ને હું ઘણા વર્ષો થી ઓળખું છું. સેવા ભાવનાનો ગુણ એમની આત્મા સાથે નાનપણ થી જોડાયેલો છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દિતલા ગામમાં સેવા કાર્ય માટે સ્થાપિત સરદાર પટેલ યુવા ગ્રુપ માં પણ અગ્રેસર થઇને સેવા કાર્ય કરી રહ્યા છે. ગ્રુપના ચયન થી લઈને સેવા કાર્યની દરેક પ્રવૃત્તિમાં તેઓનો હર હંમેશ સાથ હોય છે. ડૉ.જયેશ હિરપરા અને વિપુલ સોલંકી દ્વારા ચાલી રહેલા આ સેવા યજ્ઞ ને હદય પૂર્વક પ્રણામ. આપના આ સેવા કાર્ય દ્વારા તમે આજ રીતે સમાજ ને સતત મદદરૂપ થતા રહો અને યુવા પેઢી માટે પ્રેરણાનો સ્ત્રોત બનતા રહો એવી માં ખોડલ નાં ચરણો માં પ્રાથના...!!!

જીગર હિરપરા પટેલ

સરદાર પટેલ યુવા ગ્રુપ, દિતલા

ડોટ ટુ ડ્રોઈંગ ફાઉન્ડેશન સમાજ સેવાનું ખુબજ ઉમદા કાર્ય કરી રહ્યું છે. હુ ફાઉન્ડેશન નાં બંને સ્થાપકો ને સારી રીતે ઓળખું છું. જ્યારે એમણે ફાઉન્ડેશન નાં ચયનનો નિર્ણય લીધો ત્યારે હું ખરેખર ચકિત થઈ ગયેલો કે પોતાના વ્યવસાયને અને ઘર સંસારને પ્રાધાન્ય દેવાના આ સમયમાં તેઓ સમાજ સેવામાં અગ્રેસર થવા જઈ રહ્યાં છે. પોતાના જીવનને સમાજ સેવાનાં માર્ગમાં સમર્પિત કરવા જઈ રહ્યા છે..!! ૨૬-૨૮ વર્ષની ઉંમરના અન્ય યુવાનો જ્યારે પોતાના જીવનનાં શોખ પૂર્ણ કરવાની હરીફાઈ માં લાગ્યા છે ત્યારે તેઓ આટલી નાની ઉંમરમાં સેવા કાર્યમાં આત્મિયતા થી જોડાયેલા છે. ખરેખર તેઓ મારા જેવા ઘણા યુવાનો માટે પ્રેરણાનું સ્ત્રોત બન્યા છે. આજની યુવા પેઢીમાં સમાજ સેવાના બીજનું એમણે વાવેતર કર્યું છે. કળા ક્ષેત્રે તેમણે બાળકોનાં વિકાસ માટે ખૂબજ સારું યોગદાન આપ્યું છે. સામાજિક અને આર્થિક સ્તરે નબળા પરંતુ કળા ક્ષેત્રે હુનર ધરાવતા બાળકોને તેઓ કળા ક્ષેત્રે મફત શિક્ષણ આપી રહ્યા છે. કૂમળા બાળકોનાં જીવનના સપનાઓ ને આકાર આપીને તેઓ જીવન પરિવર્તનનું ઘણું ઉમદા કાર્ય કરી રહ્યા છે. એમના આ સેવા કાર્યને સતત ઈશ્વરીય મદદ મળતી રહે એવી પ્રાથના..!!

પ્રણવ ઉનડકટ

એક્ટર, મોડલ & ડ્રમર.

ડોટ ટુ ડ્રોઈંગ ફાઉન્ડેશન સામાજિક સ્તરે વૈચારિક ઉન્નતિનું ઘણું ઉમદા કાર્ય કરી રહ્યું છે. સામાજિક કે આર્થિક સ્તરે પછાતતા સાચા અર્થમાં પછાતતા નથી. પછાત, નબળા અને નકારાત્મક વિચારો ખરા અર્થમાં પછાતતા નું મૂળ કારણ છે. સામાજિક સેવા માટે ઘણી સંસ્થાઓ કાર્યરત છે, પરંતુ હું આ સંસ્થાના હેતુ થી ખરેખર પ્રભાવિત થઈ છું. કોઈ ઝાડની ડાળીઓ કાપી નાખશે તો પણ ઝાડ ફરી કોળાશે. સંપૂર્ણ નાબૂદી માટે એના મૂળ સુધી પહોંચવું પડે. એ જ રીતે સમાજિક ઉન્નતિ માટે સામાજિક સમસ્યાઓના મૂળ સુધી પહોંચવું પડે અને એ મૂળ છે વૈચારિક પરતંત્રતા. સંસ્થા વૈચારિક ક્રાંતિ અર્થે સમાજમાં કાર્યરત છે. મનોવિજ્ઞાન ઢબે સમાજ માં વૈચારિક ઉન્નતિ લાવવાના પ્રયાસોમાં સતત પ્રયત્નશીલ છે. બાળકોમાં ઘણી નાની ઉંમર થી જ તેઓ આધ્યાત્મ, શારીરિક વિકાસ, માનસિક વિકાસ, સેવા અને માનવતાના મૂલ્યોનું સિંચન કરી રહ્યા છે. સમાજમાં તેઓનું યોગદાન ખરેખર સરાહનીય છે.

ઉર્વી વિરમગામી

નેત્ર વિશેષજ્ઞ (Eye Surgeon)
સિવિલ હોસ્પિટલ, અમદાવાદ.

"ડોટ ટુ ડ્રોઇંગએ એક એવી સામાજિક સંસ્થા છે જે સામાજિક,શૈક્ષણિક,રાજકીય,આર્થિક અને આધ્યાત્મિક પરિપેક્ષે અત્યારે જે જુદા જુદા ટપકાં સ્વરૂપે જે સ્થિતિ છે તે બધાને જોડીને ચિત્રકારની માફક ચિત્ર દોરીને તેમાં બધાને સાથે રાખીને રંગ ભરવા માંગે છે. એક એવી જગ્યાએ રંગ ભરવા માંગે છે જ્યાં વિજ્ઞાન અને આધ્યાત્મિક બન્નેનું મિલન થતું હોય ! "

Pradeepsinh Vaghela

Work at Utthan Adani Foundation
Social Activist

"Dot To Drawing Foundation is not a very well known ngo but it's work for society is commendable"

Pooja Gajjar

(Consultant Dental Surgeon
& Public Health Officer)
U.S.A

"Dot To Drawing Foundation Are Good Enough To Work For The Children i.e. The Future Of India. They Helps Us To Build A New Modern India. They Are Creating An Awareness About Education And They Are Reaching To India's Poor People. I Know This Foundation Very Well"

Arth Solanki

Social Activist

"I have known the founder Jayesh personally and have been a constant follower of his welfare services to the society. An honest and amazing person working for the upliftment of mankind"

Grishma Macwan

Clinical Psychologist
Bharat Natyam Dancer
Yoga Trainer, IELTS Coach

"Dot to drawing Foundation is working for the welfare of the society through its charismatic activities like providing education, supporting art, upliftment of knowledge and social awareness to poor children of the society"

Girish Chawla

Vocalist Ahmedabad

"Dot to Drawing is a noble organisation that works for the welfare of the underprivileged children and adults. It is very inspiring to the youth how Dot to Drawing has resolved to work for the society without setting any expectation in return. I wish their philanthropic works would be at great success and the organisation itself keeps growing."

Saptarshi Bhowmick

Sitar Player

ડોટ ટુ ડ્રોઈંગ ફાઉન્ડેશન નાં સમાજસેવા રૂપી યજ્ઞ ને હદય યુર્વક સલામ. સંસ્થા ખરેખર ઉમદા કાર્ય કરી રહી છે. પોતાના માટે તો દુનિયાનો દરેક માણસ કાર્ય કરે છે. પરંતુ અંગત સ્વાર્થ થી ઉપર ઉઠીને સમાજ માટે કાર્ય કરનારા બહુ જ ઓછા હોય છે. પોતાના અંગત સમયને પણ એમણે સમાજ સેવા માટે અર્પિત કર્યો છે. ડૉ.જયેશ હિરપરા કોલેજ સમય થી મારો ગાઢ મિત્ર છે. કોલેજ કાળથી જ તેનામાં કૈંક અલગ કરવાનો જુસ્સો હતો. તે બીજા લોકોથી ઘણો અલગ હતો. જીવનમાં માત્ર એને પોતાના માટે નહોતું જીવવું, સમાજ અને પછાત લોકો માટે પણ એને પહેલે થી જ કૈંક કરવું હતું. સામાજિક અને આર્થિક દૃષ્ટિએ પછાત અને નબળા લોકો માટે એના હદયમાં હંમેશા કરુણા રહેતી. એ હંમેશા કહેતો કે બીજા વ્યવસાયમાં અવકાશ છે કે નહીં એ તો રામ જાણે પરતું એક સારા માણસ બનવામાં હંમેશા અવકાશ છે, બહુ જ તક છે અને દૂર દૂર સુધી કોઈ સ્પર્ધા નથી...!! એક સારા ડોક્ટર ની સાથે સાથે એ શિક્ષણ જગતમાં સકારાત્મક બદલાવ માટે શિક્ષણ દ્વારા સમાજ ઉન્નતિનું ઉત્તમ કાર્ય કરી રહ્યો છે. તેના પોતાના સંગીતના શોખ ને પૂર્ણ કરવાની સાથે તેણે કળા ક્ષેત્રે હુનર ધરાવતા પછાત બાળકો ને સંગીત, નાટ્ય, લેખન અને પબ્લિક સ્પિકિંગ ક્ષેત્રે મફત તાલીમ આપવાનું ઉમદા કાર્ય કર્યું છે. આર્થિક રીતે પોતે ઘણા પછાત કુટુંબ સાથે જોડાયેલો હતો, પરતું પોતાના સાહસ અને આત્મબળ થી આજે પોતાની સાથે સમાજ ઉન્નતિનો પણ ભાગીદાર બન્યો છે. સંસ્થાના બંને સ્થાપકો એકજ વિચારમાં વિશ્વાસ રાખે છે કે વૈચારિક દૃષ્ટિએ જો વ્યક્તિના વિચારોમાં ઉન્નતિ આવે તો તેના અને તેના થકી સમાજના વિકાસ ને કોઈ રોકી શકશે નહિ. એમના આ સેવા કાર્ય ને સતત વેગ મળતો રહે એવી પ્રાથના.

ડૉ.દર્શન પ્રજાપતિ

દંત ચિકિત્સક
દર્શનમ્ ડેન્ટલ હોસ્પિટલ ગાંધીનગર.